logo

કુનરીયામાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું

૨જી ઓક્ટોબર ગાંધીજયંતી નિમિત્તે કુનરીયા માં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૪૫૦ જેટલા ગ્રામજનોએ હાજરી આપી ખાસ ગ્રામ સભામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ રાઠોડ હાજર રહ્યા હતા. સ્વાગત પ્રવચન બાદ ગ્રામસભા ની પ્રોસિડિંગ શરૂ કરવામાં આવી હતી. એજન્ડા મુજબ ગત સભાની મીટીંગ નું વાંચન હિસાબો નુ વાંચન બાદ જલ જીવન મિશન અંતર્ગત પાણીની ગંભીરતા અને વિવેકપૂર્ણ ઉપયોગની વાત કરવામાં આવી. પાણી સંબંધિત વોટર બજેટ અને ભૂગર્ભ જળ સંગ્રહના આયોજનની વાત કરવામાં આવી. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં સ્વચ્છતા માસની ઉજવણી કરી જનજાગૃતિના કાર્યક્રમો કરવા ઠરાવવામાં આવ્યું હતું. ખાસ વ્યક્તિગત સોકપીટ માટે ૪૦ અને સામૂહિક ૨૫ સોકપીટ ની માંગણીઓ કરવામાં આવી. ૧૦૪ પરિવારો દ્વારા ગોબર ગેસની માગણી કરાઈ અને મેનેજમેન્ટ યુનિટ માટે ઠરાવ કરાયો હતો. પ્લાસ્ટિકના ઉપયોગ માટે આહવાન કરવામાં આવ્યું. આ ઉપરાંત ૧૦૦ ટકા રસીકરણ માટે મેડિકલ ઓફિસર મનોજભાઈ પરમારે કોરોના ઉપરાંત ડેન્ગ્યુ અને અન્ય વાયરલ તાવ સામે તકેદારી રાખવા આહ્વાન કર્યું. ૯૩ ટકા વેક્સિનેશન થતા બાકીના ૭ ટકા પૈકી મોટાભાગના લોકો રસી લઇ લે તે માટે પ્રોત્સાહન અપાયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સફાઈગીરી એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓ હિના ગરવા, કોમલ કેરાસીયા અને ફરહાના લુહારને એવોર્ડ એનાયત કરાયા. ઉપરાંત બે સ્વયં સેવકોને પ્રોત્સાહક ઇનામો અપાયા વ્હાલી દીકરી ના વધામણા ગ્રામ પંચાયતની આગવી પહેલ હેઠળ ઘણા સમયથી દીકરીના જન્મ પ્રસંગે દિકરીના વાલી ને શુભેચ્છા સંદેશ ઉપરાંત દીકરી માટે કપડા અને કીટ આપવામાં આવે છે. એ સિલસિલામાં જીન્નતમા સુમરા, બબી કેરાસિયા અને જાહેરા લુહાર ના વાલીઓનું જાહેરમાં સન્માન કરી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યું. પોષણ માસ ની ઉજવણી દરમિયાન કુપોષિત બાળકો મુખ્ય પ્રવાહમાં આવતા ૨ બાળકોને પોષણ કીટ આપી સન્માનવામાં આવ્યા હતા. આવેલ અરજીઓ પરિપત્ર વંચાણે લેવાયા અને બહાલી અપાઇ. ગામ લોકોના પ્રશ્નો ગ્રામસભાની મિનિટસમાં નોંધવામાં આવ્યા. ગ્રામસભાની સમગ્ર પ્રક્રિયાને જિલ્લા વિકાસ અધિકારીએ પ્રશંસા કરી વતન પ્રેમ યોજના, ૧૫ મુ નાણાપંચ, રસીકરણ અને સ્વચ્છ ભારત અભિયાન બાબતે ઊંડાણપૂર્વક માહિતી આપી. હકારાત્મક માહોલમાં ગ્રામસભા પૂર્ણ થઇ ત્યાર બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા એ ચાલુ વિકાસ કામોની મુલાકાત લીધી હતી. સમગ્ર સભાનું સંચાલન સેતુ અભિયાનના ધવલભાઇ આહિરે કહ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ચિરાગ પટેલ અને જીગ્નેશ તાળા હાજર રહ્યા હતા

7
14655 views