logo

ભુજ તાલુકાના ગંઢેર પાસેથી શરાબનો જંગી જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાયો

ભુજ । તાલુકાના ગંઢેર ગામ પાસેથી પદ્ધર પોલીસની ટીમે શરાબનો માતબર જથ્થો ઝડપી પાડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે આજે સવારે પદ્ધર પોલીસની ટીમે એક ટેમ્પોને રોકાવી હતી. જેમાં શરાબની માતબર પેટીઓ જોવા મળી હતી.

મેકડોવેલ્સ વ્હીસ્કીની પેટીઓ ટેમ્પોમાંથી મળી આવી હતી. જેથી વાહન સાથે દારૂ કબ્જે કરી પદ્ધર પોલીસ મથકે લઈ અવાયો હતો. જયાં દારૂની ગણતરી કરવામાં આવી હતી. આ લખાય છે ત્યારે ર વાગ્યાના અરસામાં ટેમ્પોમાંથી પેટીઓ ઉતારવાની કામગીરી ચાલુંમાં હતી. જેથી કુલ આંકડો જાણી શકાયો નથી. પરંતુ ૧૦ લાખથી વધુના દારૂ સાથેનો મુદ્દામાલ ઝડપાયો હોવાનું અનુમાન લગાવાયું હતું.આઈ.જી. મોથાલીયા અને પશ્ચિમ એસ.પી. સૌરભસિંઘની સુચનાથી પીએસઆઈ પદ્ધરે કડક કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં પદ્ધર પોલીસ જુગાર ઉપર રેડ પાડયા બાદ પી.એસ.આઈ. સહિત ઉપર બીડ જમાદાર ઉપર એસ.પી. સૌરભસિંઘ કડક કાર્યવાહી કરી હતી. નવા પી.એસ.આઈ. આવ્યા બાદ અહી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પદ્ધર પોલીસ સ્ટેશનની અંજાર સહિત મુન્દ્રા સહિત પોલીસ સ્ટેશનના હદ લાગતી હોઈ ગુન્હેગાર વાડી વિસ્તાર અવાર- નવાર દારૂની ખેપમાં ઉપયોગ લેતા હોય છે પણ પી.એસ.આઈ.ની જાગૃત્તિના કારણે દારૂની મોટી ખેપ ઝડપાઈ ગઈ છે.

0
16860 views