logo

વડોદરા સલાઉદ્દીન ધર્માંતરણ-હવાલા કાંડમાં કચ્છ કડી કોણ ? : વડોદરા પોલીસ ભુજ આવવા રવાના થશે નવાખુલાસા

ગાંધીધામ : યુપીના ધર્માન્તરણ પ્રકરણમાં ફંડિંગ કરનાર વડોદરાના આફમી ટ્રસ્ટે ભુજમાં પણ કેટલા ધાર્મિક સ્થાનોને ફંડિંગ કર્યું હોવાની વિગતોને પગલે વડોદરા પોલીસની ટીમ ભુજ આવવા રવાના થઈ હોઈ આગામી સમયમાં આ મુદ્દે વધુ ખુલાસાઓ થઈ શકે તેમ છે.આ અંગેની વિગતો મુજબ ગરીબો, શિક્ષણ અને આરોગ્ય માટે વિદેશથી ફંડ લઇને ધર્માન્તરણ, મસ્જિદોને મદદ તેમજ સી.એ.એ.જેવા આંદોલન માટે ઉપયોગ કરનાર વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીનના નિકટના મનાતા મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઇઝર મહંમદ હુસૈનની ધરપકડ કરી રિમાન્ડ લેવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણના નેજા હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે.આફમી ટ્રસ્ટે પાંચ રાજ્યોની ૧૦૩ મસ્જિદોને મદદ કરી હોવાની વિગતો ખૂલતાં પોલીસે ગુજરાતની આઠ મસ્જિદોને કરેલી મદદની તપાસ શરૂ કરી છે. આ પૈકી ભુજના કેટલાક મઝહબી સ્થાનોને મદદ કરવામાં આવી હોવાનું ખૂલતાં પોલીસની ટીમ ભુજ આવવા રવાના થઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ભુજના આ સ્થાનોને કેટલું ડોનેશન મળ્યું છે ? કેવી રીતે મળ્યું છે અને શા માટે મળ્યું છે ? તેની વહીવટકર્તાઓ પાસે વિગતો મેળવવામાં આવશે. જે બાદ સલાઉદ્દીનના ધર્માંતરણ હવાલા કાંડમાં કચ્છ કડીને લઈને પણ વધુ ખુલાસાઓ થવાની વકી સેવાઈ રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ ધર્માંતરણ મામલાના તાર કચ્છ સુધી લંબાતા હાલમાં જ વડોદરા પોલીસની ટીમે ભુજના ત્રણ યુવાનોને ઉઠાવ્યા હતા અને પુછપરછ માટે સાથે લઈ ગઈ હતી.

1
16878 views