logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

હિંસક પ્રાણીના હુમલામાં મૃત્યુ પામનાર પરિવારને સહાય આપવા ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની માંગ



હિંસક પ્રાણીના હુમલામાં મૃત્યુ પામનાર પરિવારને સહાય આપવા ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની માંગ

રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્તારના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના મંત્રીને પત્ર લખી હિંસક પ્રાણીના હુમલામાં મૃત્યુ પામનાર પરિવારને આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી છે.

ધારાસભ્ય દ્વારા લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, જાફરાબાદ તાલુકાના વરાહસ્વરૂપ ગામના રહેવાસી ભરતભાઈ મઘાભાઈ બારૈયાનું હિંસક પ્રાણીના હુમલાના કારણે દુઃખદ અવસાન થયું હતું. મૃતક પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હોવાનું જણાવતાં પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તાત્કાલિક સહાય મંજૂર કરવાની વિનંતી કરવામાં આવી છે.

આ અંગે ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ સરકાર સમક્ષ માનવતાના ધોરણે સહાય ચૂકવવાની રજૂઆત કરી છે, જેથી પીડિત પરિવારને આર્થિક રાહત મળી શકે.

0
0 views

Comment