થરાદમાં સધી માતા અને વીર દાદા ના ત્રીજા વાર્ષિક પટોત્સવની ઉજવણી
થરાદના રાજપૂત વાસ ખાતે દેવચંદ રાજપૂત પરિવાર દ્વારા સધી માતાજી મંદિર ખાતે સધી માતા અને વીર દાદા ના ત્રીજા વાર્ષિક પાઠ ઉત્સવની ઉજવણી કરી હતી પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞ યોજાયો હતો જેમાં વિક્રમસિંહ રાજપૂત અને તેમના ધર્મ પત્ની યજમાન તરીકે હાજર રહ્યા હતા મયુર શાસ્ત્રી તથા પંડિતોએ ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવી હતી યજ્ઞ પૂર્ણ થયા બાદ આરતી યોજાયી અને મોટી સંખ્યામાં ભક્તો એ માતાજીના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત મફતલાલ ભુવાજી કોર્પોરેટર સંજય સિંહ રાજપુત સહિત અગ્રણીઓ અને દેવચંદ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા