ડીસામાં ભરતભાઈ ગૌસ્વામીએ સ્વખર્ચે પાણીની પરબ શરૂ કરી
ડીસા: ડીસાના ગાયત્રી સર્કલ પર કાળજાળ ગરમીમાં મુસાફરોને પીવાનું પાણી અને છોયડાની પાયાની સુવિધા ન મળતા સ્થાનિક અને મુસાફરો વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સુધી અનેક લેખિત રજૂઆતો કરી છે, પરંતુ કોઈ કાયમી વ્યવસ્થા નથી થઈ શકી.
આ પરિસ્થિતિમાં કઢી પકોડા અને સમોસાની લારી ચલાવતા ભરતભાઈ ગૌસ્વામીએ પોતાના સ્વખર્ચે રોજબરોજ અંદાજે 25 બોટલ ઠંડા પાણીની પરબ શરૂ કરી છે. તેઓ આ માટે દરરોજ રૂ. 626 ખર્ચ કરે છે. નજીકમાં આવેલ ગાયત્રી મંદિર ટ્રસ્ટની પાણીની પરબ વર્ષોથી બંધ હાલતમાં છે.