રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
પ્રાથમિક શાળા કોબા ખાતે શિક્ષિકા કોમલબેન દ્વારા તિથિ ભોજનનું આયોજન
પ્રાથમિક શાળા કોબા ખાતે શિક્ષિકા કોમલબેન દ્વારા તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પાવભાજી અને ગુલાબજાંબુનો સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ભાવભીનુ આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રેમ તથા લાગણીપૂર્વક તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા સ્વ. હેમગરભાઈની સ્મૃતિને સન્માન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ભોજન ઉપરાંત અભ્યાસમાં ઉપયોગી બની રહે તેવી સ્મૃતિભેટ પણ અર્પણ કરવામાં આવી હતી, જેથી બાળકોને પ્રોત્સાહન મળે અને તેઓ શિક્ષણ પ્રત્યે વધુ પ્રેરિત બને. આ પ્રસંગે બાળકોમાં ખાસ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સ્વ. હેમગરભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના સેવાભાવને યાદ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આવી સેવાભાવી પરંપરા ચાલુ રાખવા બદલ તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તિથિ ભોજન જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સહકાર અને સમાજસેવાની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.