logo

ગૌ હત્યા ના આરોપી ને પકડવા બાબત તંત્ર દ્વારા ગૌ હત્યા ના આરોપી ને કેમ પકડવામાં આવતા નથી ??

વંદે ગૌ માતરમ્ — મહેસાણા
ગૌરક્ષા સાથે સંકળાયેલા કાર્યકરો દ્વારા મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા મહેસાણા ખાતે છેલ્લા 6 મહિનામાં બે વખત ગૌવંશ સંબંધિત ગેરકાયદેસર કતલની પ્રવૃત્તિઓ અંગે તંત્રનો ધ્યાન દોરવા માટે રજુઆત કરવામાં આવી છે.

માહિતી મુજબ, 22 એપ્રિલ 2025ના રોજ મહેસાણામાં ગૌમાંસ જપ્ત થયાની ઘટના સામે કેટલાક કાર્યકરો દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ કેસમાં એક વ્યક્તિનું નામ સામે આવવા છતાં, લાંબા સમય સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતાં અસંતોષ વધી રહ્યો છે.

આ મુદ્દે ગૌરક્ષક પ્રતિનિધિમંડળે ગુજરાત રાજ્યના હર્ષભાઈ સંધવી સાથે મુલાકાત કરી હતી. બાદમાં રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવ સાથે પણ મુલાકાતનું સુચન મળ્યું હતું. ગૌરક્ષા કાર્યકરો મુજબ, બેઠક દરમિયાન તંત્ર દ્વારા કાયદેસર પગલાંઓ ઝડપથી શરૂ કરાશે એવી ખાતરી આપવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ હાજર હતાં.

સ્થાનિક ગૌરક્ષાકો દ્વારા તંત્રને ફરીયાદ અપાવી છે કે ઘટના સંબંધિત તપાસ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને જે આરોપી છે તેને કાયદેસરની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવે પરંતુ આ અંગે અત્યાર સુધી તંત્ર દ્વારા પગલાં લેવામાં ન આવતા 4 ગૌરક્ષકો દ્વારા આત્મવિલોપની ચીમકી આપવામાં આવી છે

જોવાનું એ રહે છે કે આ ગૌરક્ષકોએ પોતાના આત્મવિલોપનની ચીમકી આપ્યા બાદ પણ તંત્રનું પેટનું પાણી હલ્યું નથી, શું ગૌરક્ષકો આત્મવિલોપન કર્યા બાદ કે પહેલા પોલીસ પ્રશાસન આરોપીને પકડશે ખરા?

6
612 views