logo

Radhanpur : રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખના મેમદાવાદના ગામ લોકોજ કાદવ-કીચડમાં પસાર થવા મજબૂર,

રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખના ગામ ભંયકર પરિસ્થિતિ કેટલી યોગ્ય ?

રાધનપુર તાલુકા પંચાયત ના પ્રમુખે અન્ય ગામોનો કેટલો વિકાસ કર્યો હશે તે મેમદાવાદ ગામ પરથી જોઈ શકાય છે
?
માર્ગ બનાવવાની ઉઠી માંગ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામના લોકોને હાલના ચોમાસામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મેમદાવાદ કોણશેલા જવા જતા માર્ગ પર ઠેર ઠેર ઢીંચણ સમા કાદવ અને કીચડ ભરાયેલો છે, જેના કારણે વાહનચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી આ માર્ગ બનાવવામાં આવ્યો નથી અને વારંવાર રજૂઆતો કર્યા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. લગભગ 5 કિલોમીટર લાંબા માર્ગના નિર્માણની લોકોએ તાત્કાલિક માંગ ઉઠાવી છે.

નવઘણભાઈ બજાણિયા અને શારદાબેન બજાણિયાએ જણાવ્યું કે, “અમારું દૈનિક જીવન જ મુશ્કેલ બની ગયું છે. સ્કૂલે જતા બાળકો, કામ પર જતા લોકો અને ગામના લોકોને કાદવમાંથી પસાર થવું પડે છે.”
સ્થાનિકોએ સરકાર અને પ્રશાસનને તાત્કાલિક માર્ગનું કામ શરૂ કરવાની અપીલ કરી છે.

33
7640 views