logo

THE VILLA ની પરદા પાછળ ની કાળી રમત માં એક દીકરી ના બાપે કાઢી હૈયાં વરાળ.

ભુજ,

સામાન્ય પ્રજા ને એક ટિકિટ ના 500 રૂપિયા આપીને આવી મોંઘીદાટ ગરબી માં જઈ ને થયું કડવું અનુભવ,


અમારા પ્રતિનિધિ સાથે વાત કરતા એક દીકરી ના બાપ દ્વારા જણાવવા માં આવ્યું કે, 1000 રૂપિયા નો ડ્રેસ ભાડે લઇ ને, 1500 રૂપિયા ની ટિકિટ લઇ ને દીકરી ની ખુશી માટે આવડી મોંઘીદાટ ગરબી માં ગયા ત્યાં તેમની દીકરી કોમ્પિટિશન રાઉન્ડ માં 2 કલાક સુધી નોન સ્ટોપ ગરબે રમે છે ને ત્યાર બાદ આયોજકો દ્વારા તેમને 4th નંબર આપવા માં આવે છે ત્યારે માતા પિતા અને દીકરી નો ખુશી નો પાર નથી રહેતો,

પરંતુ એ ખુશી જાણે ક્ષણ વાર ની હોય તેમ નાની દીકરી ને ઇનામ સ્વરૂપે ફક્ત ફાઇનલ રાઉન્ડ માં રમવાનો પાસ આપવામાં આવે છે જે જોઈ દીકરી અને તેના માતા પિતા આશ્ચર્ય માં મુકાય છે ત્યારે દીકરી તેમને પૂછે છે મારું ઇનામ સુ ત્યારે આયોજક દ્વારા કેહવા માં આવે છે કે અમને દિવસ ના 20 ઇનામ દેવા પડે છે બધે ને અમે ઇનામ ના આપી શકીયે એટલે ફક્ત આ ફાઇનલ ના રાઉન્ડ માં રમવાનો પાસ આપવા માં આવે છે.

ત્યારે દીકરી ના પિતા ટકોર કરે છે કે નંબર આવે તો તો ફાઇનલ માં રમવું નક્કીજ થઇ જાય છે તો સુકામ આવા ખોટા ઇનામો ની જાહેરાત કરો છો,......... ત્યારે આ વાતો સાંભળી નાનકડી દીકરી પણ બોલી ઉઠે છે કે અંકલ અમને 10 રૂપિયા વારી પેન્સિલ આપોને તો પણ અમે રાજી થઈએ,.

દીકરીના પિતા દ્વારા જણાવવામાં આવે છે કે અમે શેરી ફરિયા ની નાની નાની ગરબીઓ માં જઇયે છીએ ત્યારે ત્યાં પણ તેમના દ્વારા પ્રોત્સાહન સ્વરૂપ માં નાં બાળકો ને સરસ ગિફ્ટ આપવા માં આવે છે પરંતુ તમે તો લાખો રૂપિયા પ્રજા પાસે થી ઉસેડી ને પણ કઈ નથી આપતાં.

સંસ્થા ના લાભાર્થે કોણ લાભ લે છે આવી ગરબીઓ માં?

કોણ કોનું ભલું કરવા છે?

લાખો ના મોઢે થતી આવક માં કોને લાભ થાય છે?


આવી મોટી ગરબીઓ માં પહેલા પોલીસ પછી નગરપાલિકા ના કાઉન્સિલરો અને હવે એક પિતા ના હૃદય ની પીડા સામે આવી...

જ્યાં માં ની આરાધના કરવા ની થતી હોય ત્યાં ફિલ્મી ગીતો જે ના શોભે તેવા વગાડી ને ભારત ની સંસ્કૃતિ ને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વાળવાના પ્રયાસો થતા હોય તેવું લાગે છે.

0
1041 views