logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વાંઝ ગામના અગ્રણીઓ ઢ્રારા સુરત ચોર્યાસી તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ ને હાર્દિક અભિનંદન પાઠવ્યા

સુરત, તા. 23 મે 2026

ચોર્યાસી તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલ પ્રમુખ તરીકે શ્રીમતી યશ્ર્વીબેન ચિરાગભાઇ પટેલની તેમજ ઉપપ્રમુખ શ્રીઅશોકભાઇ ફકીરભાઇ પટેલની વરણી થતા વાંઝ ગામમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ગામના અગ્રણી તેમજ સમાજસેવક શ્રી અશોકભાઈ પટેલ, શ્રી દીપકભાઈ ગાંધી અને શ્રી અમિષભાઈ પટેલ દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા..

શ્રી અશોકભાઈ પટેલે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શ્રીમતી યશ્ર્વીબેન ચિરાગભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ચોર્યાસી તાલુકામાં વિકાસના નવા આયામો સ્થાપિત થશે તેમજ પ્રજાલક્ષી અને જનહિતના કાર્યોને વધુ ગતિ મળશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નોના નિરાકરણ માટે અસરકારક કામગીરી હાથ ધરાશે.

વાંઝ ગામના આગેવાનો અને ગ્રામજનોએ પણ શ્રીમતી યશ્ર્વીબેન ચિરાગભાઇ પટેલ અને શ્રીઅશોકભાઇ પટેલ ને શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ કાર્યકાળ, ઉત્તમ આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને સતત જનસેવાની પ્રાર્થના વ્યક્ત કરી હતી.

83
3182 views

Comment