ગોધરા: અબ્દુર્રહીમ મસ્જિદ પાછળ ભૂગર્ભ ગટર સમસ્યા યથાવત
ગોધરા: ગોધરા પશ્ચિમ વિસ્તારમાં અબ્દુર્રહીમ મસ્જિદ પાછળ ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ સમસ્યાને લઈને રહેવાસીઓએ નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી છે, છતાં કોઈ ઉકેલ મળ્યો નથી.
સ્થાનિકોનું માનવું છે કે બેદરકારીના કારણે આ સ્થિતિ યથાવત છે અને ગટરથી ઉઠતી ગંધ અને ગંદકીથી પરેશાન છે. સ્થાનિક અબ્દુર્રહીમ મસ્જિદની આસપાસની આ સમસ્યાએ રહેવાસીઓના રોજિંદા જીવનમાં અસુવિધા ઊભી કરી છે.